અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી.

આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે.

કાર્યક્રમોની સમયસૂચી
અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ
– બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે
– સાંજે 6 વાગ્યે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે
– સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે

અમિત શાહની આ મુલાકાતને લઈને ભાજપ કાર્યકરો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમની હાજરીથી વિવિધ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…