Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક

પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી તહેવાર અને ઉનાળાની ગરમીને લઈે યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 10 માર્ચથી 31 માર્ચ 2025 સુધી દરેક સોમવારે અમદાવાદથી સવારે 09:10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 11 માર્ચથી 01 એપ્રિલ 2025 સુધી દરેક મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 12:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ડકનિયા તળાવ, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 9,13,16,20,23,27 અને 30 માર્ચ 2025 (ગુરૂવાર અને રવિવાર)ના રોજ સાબરમતીથી 17:20 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 17.00 કલાકે હરિદ્વાર પહોંચશે.

આ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 10,14,17,21,24,28 અને 31 માર્ચ 2025 (શુક્રવાર અને સોમવાર) ના રોજ હરિદ્વારથી 21:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર(જયપુર), બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે.

આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી

ટ્રેન નંબર 09417 અને 09425 નું બુકિંગ 7 માર્ચ, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *