અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ કાર્ડ બનાવનું કૌભાંડ સામે આવ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ખુલાસાઓ થયા છે. જેમાં PMJAY યોજના કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ
ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. પાત્રતા ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી 1500થી 2000 રૂપિયા લઈને કાર્ડ કાઢી આપવામાં આવતું હતું.
આ પણ વાંચો :- Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા
આ કેસમાં અત્યાર સુધી 10 આરોપી ધરપકડ થઈ ચૂકી છે. જે બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માગી શકે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








