Ahmedabad : અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ, કહ્યું-‘કોંગ્રેસનાં અડધા લોકો ભાજપ સાથે મળેલા છે’

રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તે પહેલા કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનું નતૃત્વ, કાર્યકર્તાઓમાં બે પ્રકારના લોકો છે. એક છે, જે જનતા સાથે ઊભો છે અને જનતા માટે લડે છે. જેના દિલમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજો છે, જે જનતાથી દૂર છે, જનતાનું સન્માન કરતા નથી અને તેમાંથી અડધા બીજેપી સાથે મળેલા છે.

આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક!

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું- જ્યાં સુધી આપણે આ બન્નેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણી પર વિશ્વાસ નહીં કરી શકે. ગુજરાતના લોકો વિરોધ પક્ષ ઇચ્છે છે, વિકલ્પ ઇચ્છે છે, બી ટીમ ઇચ્છતા નથી. મારી જવાબદારી આ બે ગ્રુપને છાણવાની છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી. શેર છે, પરંતુ પાછળથી ચેઈન લાગેલી છે.

આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાત ફસાયેલું છે. ગુજરાતને રસ્તો દેખાતો નથી. ગુજરાત માર્ગ જોવા માગે છે, આગળ વધવા માગે છે. ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવી શકતી નથી. જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અપેક્ષા આપણી પાસે હતી, તે આપણે પૂરી કરી શક્યા નથી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *