Ahmedabad : અમદાવાદમાં એક તરફીપ્રેમનો કરુણ અંજામ, પરિણીતાએ લગ્નનની ના પાડતા યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો

અમદાવાદ શહેરમાં એક તરફી પ્રેમનો કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે શાકભાજીનો ધંધો કરતી પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલક હિતેશ પટણીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહિલાએ ઇનકાર કરતા રિક્ષા ચાલક પાગલ પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી મહિલાને લોહીલુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

આ મામલે મહિલાએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરવાની ના પાડતા એક તરફી પ્રેમીનો મહિલા પર હુમલો કર્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી મહિલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક શાકભાજીની લારી ચલાવીને વેપાર ધંધો કરે છે. જેથી તે જમાલપુરથી શાકભાજી લેવા માટે અવારનવાર બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવકની રિક્ષામાં અવર-જવર કરતી હતી.

આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા

મહિલાના બોલકા સ્વભાવથી પ્રભાવિત થઈને રિક્ષા ચાલક મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. યુવકે પરિણીત મહિલા સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, મહિલાએ લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો અને અન્ય રિક્ષામાં શાકભાજી લેવા જવાનું શરૂ કરી દીધું હતું.આ વાતની અદાવત રાખીને રિક્ષા ચાલકે ગત 9 માર્ચના રોજ અન્ય રિક્ષામાં જઈ રહેલી મહિલાને આંતરીને ‘કેમ મારી સાથે લગ્ન કરતી નથી’ કહીને બબાલ શરૂ કરી હતી.

આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ

જે બાદ પ્રેમમાં પાગલ યુવકે મહિલાને છાતી અને પેટ તથા શરીરના અન્ય ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પાગલ પ્રેમી હિતેશ પટણી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે લોકોના ટોળાએ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.ત્યાર બાદ મહિલા ભાનમાં આવતા આ સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને વધું તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *