Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે,અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે.

આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે,ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે. અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

પોલીસની ટીમને સાથે કાર્યવાહી કરાઈ :- અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા.

આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

અસામાજિક તત્વો બન્યા બેફામ :- અમદાવાદના વસ્ત્રાલમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમાં અપશબ્દો બાલવાની ના પાડતા બબાલ કરવામાં આવી છે. સ્થાનિકો સાથે લુખ્ખાઓએ મારામારી કરી હતી. સોસાયટીમાં મરણ હોવાથી ધૂળેટી રમવાની ના પાડી અને સ્થાનિકો સાથે લુખ્ખાઓ બબાલ કરવા માટે આવી ગયા હતા. તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *