દેશ માટે પ્રાણાર્પણ કરનાર શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને સંતરામપુરમાં ભાવભીની અંતિમ વિદાય

દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વતની શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને આજે સંતરામપુરમાં ભાવભીની અને ગૌરવસભર અંતિમ વિદાય આપવામાં આવી હતી.

શહીદની યાત્રા આજે સંતરામપુર નગરમાં આવી પહોંચતાં સમગ્ર વિસ્તાર શોક સાથે ગૌરવની લાગણીથી ભાવવિભોર બન્યો હતો. શહીદના પાર્થિવ દેહને સંતરામપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની પત્નીને અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતા. આ સમયે 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડીડોર, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નીશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા સભ્યો તેમજ સંતરામપુર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શહીદના પાર્થિવ દેહને સંપૂર્ણ માન-સન્માન સાથે તેમના માદરે વતન સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ લઈ જવામાં આવ્યો હતો. ખેડાપા ગામમાં પરિવારજનો દ્વારા ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ શહીદના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનો, સગા-સંબંધીઓ, ગામજનો તેમજ આસપાસના ગામોના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામ ‘શહીદ અમર રહો’ના નાદથી ગુંજતું બન્યું હતું.

શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈની અંતિમ વિધિ સંપૂર્ણ માન-સન્માન અને સલામી સાથે કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વચ્ચે દેશભક્તિ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…