રાજકોટમાં હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ધુળેટીના દિવસે શુક્રવાર હોવાથી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે.
પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ :- હોળી અને ધુળેટી સાથે શુક્રવારની નમાઝને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. હોળી-ધુળેટી પર્વને લઇ હેડક્વાર્ટર સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG એલસીબી સહિતની બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. ધુળેટી પર્વ ઉપર સોશિયલ મીડિયામાં આવતા મેસેજ ઉપર પણ નજર રાખવામાં આવશે. ગૌરવપથ સહિતના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓ ઉજવણીના આયોજન ઉપર ખાસ નજર રહેશે. તેમજ અનિચ્છિય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
આ પણ વાંચો :- Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત
રાજકોટ પોલીસનું જાહેરનામું :- રાજકોટ પોલીસ કમિશનરે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પાણીના ફુગ્ગા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ મુજબ, જાહેર રસ્તાઓ પર રાહદારીઓ પર રંગ, ફુગ્ગા કે તેલયુક્ત પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ છે. વધુમાં રંગોના તહેવાર દરમિયાન મહિલાઓ, બાળકો અને રાહદારીઓ પર રંગો અથવા પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકવા પર સખત પ્રતિબંધ છે. હોળી અને ધૂળેટી બંને દિવસે પોલીસ પેટ્રોલિંગ કરશે. ગેંગ બનાવીને અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








