ગુજરાતમાં શિવરાત્રી બાદ વધશે ગરમી, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

-> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો ઉચકાતા ગરમીનું પ્રમાણ વધતાં લોકો અત્યારેથી જ ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બનશે.

-> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાવાના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મહાનગરોમાં મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી જોવા મળ્યું જ્યારે નલિયા 14.6 ડિગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું. ડીસામાં 17.2 ડિગ્રી , કેશોદમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 18.4 ડિગ્રી, રાજકોટમાં 19.5 ડિગ્રી અમદાવાદમાં 22.3 ડિગ્રી, ગાંધીનગરમાં 21.2 ડિગ્રી, વડોદરામાં 22.4 ડિગ્રી અને સુરતમાં 22.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Related Posts

આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!

આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *