ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને તૈયારી, ગેરરીતિ કરશે તો થઈ શકે છે જેલ અને દંડની જોગવાઈ

ગુજરાતમાં વધતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ગુજરાત જાહેર પરીક્ષામા ગેરરિતિઓ રોકવા કાયદો-૨૦૨૩ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો-૧૯૭૨ની કલમ-૪૩ લાગુ પડવા તાકીદ કરાઈ છે.ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામા ગેરરીતિ બદલ જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ અંગેની માહિતી અનુસાર, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા.૨૮થી આરંભ થશે.આ પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તથા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પરેશાની વિના સ્વસ્થ ચિતે પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા દર વર્ષે તમામ પ્રયત્નો કરવામાં આવે છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો, ૧૯૭૨ની કલમ-૪૩ હેઠળ બોર્ડના પ્રશ્નપત્ર, જવાબવહી અને અન્ય સાહિત્યને ગોપનીય ગણવામાં આવેલ છે.

આવા સાહિત્યને અનધિકૃત રીતે પોતાની પાસે રાખવા, બીજાને પહોચાડવુ કે ઉપયોગમાં લેવુ તે ગુનો છે. જેના માટે જેલ અને દંડની જોગવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષાઓને પણ આ કાયદો લાગુ પડે છે,પરીક્ષા દરમિયાન આ કાયદાની જોગવાઈઓને ભંગ કરતો ગુન્હો જો પરીક્ષાર્થીઓ દ્વારા આચરવામાં આવે તો કાયદાની કલમ-૪(૨)ની જોગવાઈ અનુસાર આખરી નિર્ણય કરવાની સત્તા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની છે. માટેપરીક્ષા દરમિયાન ગેરરીતિની કોઈ ઘટના બને અને કાયદાનો ભંગ થતો જણાય તો રોજકામમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે તે માટે સ્થળ સંચાલક અને સુપરવાઈઝરને જરૂરી સુચના આપવાની રહેશે.

આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરતો કોઈ ગુન્હો પરીક્ષાર્થી સિવાયની વ્યક્તિ દ્વારા આચરવામાં આવે ત્યારે આ કાયદાની કલમ-૧૭ મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની રહેતી હોઈ. તો તે મુજબ પગલા લેવાય તે સુનિશ્વિત કરવાના રહેશે.તેમ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યુ હતું. પ્રશ્નપેપર સોલ્વ કરવા માટે કોઈ શિક્ષક કે ખાનગી ટયુશન કલાસીસ સંચાલક કે અન્ય કોઈ પણ વ્યક્તિ મદદ કરે તો આ કૃત્ય કાયદાની કલમ-રk(i)(c) અનુસાર ગુન્હો છે. અને કસુરવારો સામે કલમ-૧૨(૩) મુજબની શિક્ષાની જોગવાઈ હોવાથી તે અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

Related Posts

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *