લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્વસ્થ થતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની બહાર આવતા જ માયાભાઈ આહીરે કહ્યું કે, હું એકદમ સ્વસ્થય છું.

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું હતું કે, એપેક્ષ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું.દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતાનો સવાલ નથી. હું એક દમ સ્વચ્છ છું.

માયાભાઈ આહિર બે દિવસ પહેલા કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, તે દરમ્યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *