મહેસાણામાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

B INDIA મહેસાણા : મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો હતો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

-> વિદ્યાર્થિનીનો આપઘાત :- ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી. કારણ કે દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

-> પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી :- રાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ત્યારે આ વિદ્યાર્થિનીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *