અમદાવાદમાં યોજાશે મિલેટ મહોત્સવ, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીનાં રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.

-> વિવિધ ખેત પેદાશો જોવા અને ખરીદવા મળશે :- રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે.

-> બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન :- વિવિધ પ્રકારના મિલેટ આધારિત સ્નેક્સ, મીઠાઈ, મિલેટ ફ્લોર, શરબત, રેડી ટુ ઇટ મિલેટ પ્રોડક્ટ્સ, મિલેટ બિસ્કીટ્સ, ખાખરા, મમરા, કુકીઝ, પાપડી, મિલેટ નૂડલ્સ, પાસ્તા, ઉપમા, પૌઆ, પાપડ, દલિયા ઓર્ગેનિક મિલેટ, મિલેટ ફિંગર જેવા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.વધુમાં, ૨૫ જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.

Related Posts

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *