B INDIA સુરત : સુરતમાં લોકોને ટ્રાફિકમાંથી મુકિત મળશે. રેલવે સ્ટેશન પર રહેલો જુનો સીટી બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી ગેટમાં સીટી બસ ડેપોનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં હવેથી સુરતની તમામ સીટી બસ દિલ્હી ગેટથી ઉપડશે. અને પાંચ હજાર ચોરસ મીટરમાં આ સીટી બસ ડેપોને બનાવવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે. સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. રૂ. 1476 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે. નવનિર્માણ બાદ સુરતનું રેલવે સ્ટેશન એવું બનશે, જે મેટ્રો ટ્રેન અને બસ સ્ટેશનની સાથે કનેક્ટ હશે. સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ પણ તૈયાર થશે. MMTH પ્રોજેક્ટ અંતર્ગત 62,129 ચોરસ મીટર જમીન પર ઇસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 26,297 ચોરસ મીટર જમીન પર વેસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 33,188 ચોરસ મીટર જમીન પર એસ.ટી. (GSRTC) બસ સ્ટેશન અને 5.50 કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોરનું કામ કરાયું છે.
એલિવેટેડ કોરિડોર સુગમ વાહન-વ્યવહારની કનેક્ટિવિટી માટે ઇસ્ટ, વેસ્ટ બિલ્ડિંગ અને આસપાસના ફ્લાયઓવર્સને જોડશે.સુરત રેલવે સ્ટેશનમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે. સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે. વર્ષ 2026ના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલવે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.