ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી,રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી,ભાવનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે.અગાઉ માવઠું થવાની આગાહી અપાઈ હતી. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી.