સુરતનાં કઠોદરા ગામમાં દીપડાનો આતંક, 112 વર્ષના વૃદ્ધા પર કર્યો હુમલો

સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.મળતી માહિતી મુજબ, લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન ભાઈ દેવીપૂજક (ઉ.વ.112) પર હુમલો કરતા બા બચાવો-બચાવોની બુમો સાંભળી દીકરા-વહુ સાથે કેટલાક મજૂરો દોડી ગયા હતા. વધુમાં કહ્યું હતું કે, બા જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ બધા જ ગભરાઈ ગયા હતા. તો શ્યામબેન ભગવણભાઈ દેવીપૂજક (ઉ.વ.112) એ કહ્યું દીપડાએ હુમલો કર્યો છે એટલે એમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, દીપડીએ આજુબાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ દીપડી ખેતરમાં ખુલ્લી ફરતી જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગત મંગળવારના રોજ વન વિભાગે પાંજરું મૂકી દીપડીને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ લોકોએ રાહતના શ્વાન લીધા હતા.જોકે મધરાત્રે એક વૃદ્ધા પર દીપડાના હુમલાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. 7 વર્ષમાં પહેલી વાર દીપડાના હુમલામાં તેમના પરિવારનું સભ્ય ઈજાગ્રસ્ત થયુ છે.બાની તબિયત હાલ ગંભીર છે.

Related Posts

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…

ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખમાં ટીકા કહ્યું ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા છે. તેમના નિર્ણય પર દુનિયાભરના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ‘વોલ સ્ટ્રીટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button