આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે. કમિશનને લખેલા પત્રમાં, કેજરીવાલે આવા કેસોમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોની ધરપકડ કરવા અને સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.
કેજરીવાલના દાવાઓ પર ભાજપ અને દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.પત્રમાં પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી બેઠક પ AAP કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. શનિવારે રોહિણી વિસ્તારમાં એક જાહેર સભા દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રિઠાલા વિધાનસભા મતવિસ્તારના આપ ઉમેદવાર ગોયલ સેક્ટર ૧૧ ના ‘પોકેટ એચ’ ના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.
–> ઇલેક્શન કમિશન સમક્ષ કરાઇ આ માંગ :
૧. નવી દિલ્હી મતવિસ્તારમાં સ્વતંત્ર ચૂંટણી નિરીક્ષકો તૈનાત કરવા જોઈએ.
2. ચૂંટણી પંચે AAPના કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
૩. આવી ઘટનાઓમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
૪. હુમલા માટે જવાબદાર ભાજપના કાર્યકરોની ધરપકડ થવી જોઈએ.
-> “લોકશાહી હિંસા અને ભય સામે ઝૂકી શકતી નથી.” ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી હોવી જોઈએ.” :- આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શનિવારે કમિશનને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરો પર હુમલો કર્યો હતો અને તેમને નવી દિલ્હી મતવિસ્તારમાં પ્રચાર કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે. ૭૦ સભ્યોની દિલ્હી વિધાનસભા માટે મતદાન ૫ ફેબ્રુઆરીએ થશે અને મતગણતરી ૮ ફેબ્રુઆરીએ થશે.