કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી

બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ મને કહ્યું કે તેઓ યમુનાનું પાણી બોટલમાં લઇ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ ખોખલાપણું છે.

-> અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા વધારે જુઠ્ઠુ બોલે છે: રાહુલ ગાંધી :- કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું- કેજરીવાલ જૂઠું બોલતા રહે છે, જેમ પીએમ મોદી જૂઠું બોલે છે, કેજરીવાલ પણ એ જ રીતે જૂઠું બોલે છે, તેમની વચ્ચે બહુ ફરક નથી. રાહુલ ગાંધીએ કહ્યું- “કેજરીવાલ પીએમ મોદી કરતા વધુ સ્માર્ટ છે.

-> “અરવિંદ કેજરીવાલ પીએમ મોદીની જેમ દલિત વિરોધી છે: રાહુલ ગાંધી :- રાહુલ ગાંધીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ દલિત વિરોધી છે. તેમણે કહ્યું, “હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે જ્યારે કેજરીવાલજી રાજકારણમાં આવ્યા, ત્યારે મેં શરૂઆતમાં તેમને સમજવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું કે નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ અનામત વિરોધી અને દલિત વિરોધી છે. તેઓ મોદીજી કરતા થોડા વધુ સુસંસ્કૃત

-> મેં જે વાયદા કર્યા તે પુરા કર્યાઃ રાહુલ ગાંધી :- રાહુલ ગાંધીએ કહ્યું આમ મારુ છેલ્લા 20 વર્ષનું ભાષણ જોઇ લો, જે વાયદા કર્યા તે પુરા કર્યા મનરેગાનો વાયદો કર્યો તે પુરો કર્યો, ભોજનના અધિકારનો વાયદો કર્યો, તે પુરો કર્યો. દેવા માફીનો વાયદો કર્યો હતો તે પુરો કર્યો. કર્ણાટકમાં મહિલાઓને બસમાં ફ્રી મુસાફરીનો વાયદો કર્યો હતો તે પુરો કર્યો. કર્ણાટક અને તેલંગાણામાં મહિલાઓના એકાઉન્ટમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો તે પુરો કર્યો.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *