સુરેન્દ્રનગરમાં 1001 કરોડના કામને મંજૂરી, નીતિન ગડકરીએ કરી જાહેરાત

B INDIA સુરેન્દ્રનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51ના લીંબડી-ધ્રાંગધ્રા વિભાગને પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશન સાથે 2-લેન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગ્રેશન સાથે 2 લેનમાં અપગ્રેડ કરવા માટે 1001.42 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે.

આ પ્રોજેક્ટ કોરિડોર સૌરાષ્ટ્ર ક્ષેત્ર અને ગુજરાતના કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે અને બે મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ-વિરમગામ-માળીયા અને અમદાવાદ-રાજકોટ વચ્ચે ઇન્ટર કોરિડોર રૂટ તરીકે કામ કરે છે. જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ રસ્તાને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ભૌમિતિક સુધારાઓ સહિત સલામતીના કાર્યો સાથે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરાશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.

Related Posts

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *