અંબાજીમાં મેગા ડિમોલિશન, 200થી વધુ પોલીસ જવાનો કરાયા તૈનાત

B INDIA અંબાજી : અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અને કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી.

અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે.

50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ઘર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે.

Related Posts

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *