ગુજરાતે દેશના અન્ય રાજ્યોને પછાડ્યા, Startup રેન્કિંગમાં ફરી બન્યું નંબર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપએ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

દેશમાં તા. ૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા ૧.૫૦ લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ૧૨,૭૭૯ જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૩૩ ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૪,૨૦૦થી વધીને ૧,૫૪,૭૧૯ જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. ૪૫૦ બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા ૩૧ જેટલી થઈ છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ગુજરાતના ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી. હાલમાં અમદાવાદમાં ૫,૨૬૯, સુરતમાં ૧,૯૦૩, વડોદરામાં ૧,૩૪૪, રાજકોટમાં ૧,૧૭૨, ગાંધીનગરમાં ૬૦૧ જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફસાયન્સમાં ૧,૩૪૩, આઇટી સેવાઓમાં ૧,૧૮૬ તથા કૃષિમાં ૮૧૯ જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૩૫૦ કરોડનો ફાળો આપ્યો છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે તા. ૧૬ જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ” ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના નેતૃત્વમાં ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે. જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ, એક્સિલરેટર્સ, માર્ગદર્શકો, રોકાણકારો, સરકારી સંસ્થાઓ અને અન્ય સ્ટેકહોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગસાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૭માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે “Prime Minister Award for Excellence in Public Administration in 2017” એવોર્ડ મળ્યો હતો. તદ્ઉપરાંત રાજ્યને સતત ૪ વર્ષ એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૨ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ પણ મળ્યો હતો.

Related Posts

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *