સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું તો ઘરબેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનો પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે તે ગૃહિણીઓ ઘર બેઠા કઈ ને કઈ નાના મોટા કામ ધંધા કરે છે તેમને પણ આપને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અહીં તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર .કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સમાજ દ્વારા કંઈક નવો રાહ ચિંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું કે અમારા આ એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન નો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશન ની મુલાકાતે આવ્યા છે ત્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારીઓ ઉદ્યોગકારોને તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજીવાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું