–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–
લખતર શહેર ખાતે વણા રોડ ઉપર આવેલ મા ધામ ખાતે આજરોજ વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનની માં દૂર દૂર વસતા અને તેમજ લખતર શહેર અને આજુબાજુ ગ્રામ્યમાં વરમોરા પરિવારના પરિવારજનો આ સ્નેહે મિલનમાં જોડાયા હતા. લખતર ઉમાધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વરિષ્ઠ આગેવાનો લખતર વરમોરા પરિવારના પ્રમુખો કારોબારીઓ ઉમાધામ પ્રમુખ તેમજ અલગ અલગ વિસ્તારમાં વસતા અને પરમોરા સમાજના વરિષ્ઠ નાગરિકો અને વરમરા પરિવારના સદસ્ય મોટી સંખ્યામાં પ્રેમ મિલનમાં હાજરી આપી હતી.
સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજને કઈ રીતે ઊંચાઈ ઉપર લઈ જવો જેમાં શિક્ષણ વ્યાપાર અને અલગ અલગ સરકારી ક્ષેત્રે તેમ જ રાજકીય ક્ષેત્રે સમાજના લોકો આગળ વધે તેમનું સૂચના અને માર્ગદર્શન સમાજના આગેવાનોને વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે વરમોરા પરિવાર સ્નેહમિલનમાં રુચિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે જેના અન ભેગા એના મન ભેગા એ હેતુથી મહાભોજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલન લખતર ખાતે ઉમાધામ પ્રમુખ હસમુખભાઈ હાડી વરમોરા પરિવારના પ્રમુખ અનિલભાઈ વરમોરા લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ અને બોટાદ પ્રભારી અને એપીએમસીના ડિરેક્ટર કમલેશભાઈ હાડી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા.