વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ

B INDIA વડોદરા :-  વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે.

-> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

-> શું હતો સમગ્ર કેસ :- વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દીના પ્રોફેસર મોહમદ અઝહર ઢેરીવાલા 4 ડિસેમ્બર 2024ના રોજ યુવતી પાસે જઈને તેને પોતાના રૂમમાં લઈ જવા માટે જણાવી હાથથી ઈશારા કર્યા કરતો હતો. યુવતીએ ઇન્કાર કરતાં પ્રોફેસરે તેનું કરિયર ખતમ કરી દેવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં પ્રોફેસર યુવતીના ઘર સુધી પીછો કરીને પહોંચી ગયો હતો. આ સાથે જ પ્રોફેસર યુવતીને વારંવાર સોશિયલ મીડિયા પર મેસેજ કરી પરેશાન કર્યા કરતો હતો.આ મામલે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહમંદ અઝહર ઢેરીવાલા સામે ધમકીઓ આપવી, પીછો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પોલીસે આજે પ્રોફેસર મોહમંદ અઝહરની ધરપકડ કરી છે

Related Posts

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…

ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખમાં ટીકા કહ્યું ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા છે. તેમના નિર્ણય પર દુનિયાભરના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ‘વોલ સ્ટ્રીટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button