ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીનાં દિવસ જ બાકી છે. ત્યારે પતંગ રસિયાઓની પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે. ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. આજે અને ઉત્તરાયણમાં કરુણા હેલ્પલાઇન 1962 પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે.
-> 87 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત :- સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મલી કુલ 87 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. માત્ર રાજ્ય સરકાર દ્વાર જ નહિ આ ઉપરાંત અનેક પક્ષી પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાનમા જોડાઈ જાય છે. અલગ અલગ જગ્યાએ 50થી વધુ વેટેનરી ડોક્ટર્સની ટીમ પણ પક્ષીઓની સારવારમાં લાગી જાય છે.
ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓમાં સૌથી વધુ કબુતર, કાબર, મેના, કોયલ જેવા પક્ષીઓ હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાનમાં માત્ર અમદાવાદ જ નહિ વિદેશથી આવતા ડોક્ટર્સ પણ પક્ષીઓની સારવારમાં જોડાય છે. જેમાં અમેરિકા, બેલઝીયમ, બ્રાઝિલ જેવા દેશોમાંથી પણ ડોક્ટર્સની ટીમ અમદાવાદમાં આવી પહોંચે છે.