ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી

B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.

-> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી હતી. આમ ધારાસભ્ય કાંધલ જાડેજાની મદદ અને તંત્રના પ્રયાસોના કારણે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. રવિપાકને પાણી મળતા સારા ઉત્પાદનની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.

-> પાણી માટે ખેડૂતોનો વિરોધ :- રાણા ખીરસરા ડેમની અંદરના ભાગે ખેડૂતો વિરોધ કરવા બેસી ગયા હતા. જેના કારણે ડેમના અધિકારીઓએ પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો. વિરોધ કરનાર લોકો સાથે મીટિંગ કર્યા બાદ, સમજાવટથી મામલો થાળે પાડી ડેમમાંથી પાણી છોડતા 12થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈની ચિંતા હળવી થઈ છે.

Related Posts

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…

ગુજરાત : 2026 SDRF Fund Approval: કુદરતી આફતો સામે ગુજરાત સજ્જ: કેન્દ્ર તરફથી ₹500 કરોડનું મોટું ફંડ મંજૂર,

કેન્દ્ર સરકારે ગુજરાત માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ ₹500 કરોડની રકમ મંજૂર કરી છે. ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતો સામે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી મદદ, SDRF હેઠળ ₹500 કરોડ મંજૂર ગુજરાતમાં કુદરતી આફતો સામે રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (State Disaster Response Fund – SDRF) હેઠળ ₹500 કરોડની સહાય મંજૂર કરી છે. આ રકમનો ઉપયોગ રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન સહિતની કુદરતી આફતો દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી, બચાવ કાર્ય અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *