B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં પણ HMPVએ એન્ટ્રી મારી દીધી છે અને વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સંક્રમિત થયા છે. સામાન્ય કહી શકાય તેવા શરદી, ખાંસી અને તાવના લક્ષણો આ 80 વર્ષના વૃદ્ધમાં જોવા મળ્યા હતા. કોરોના બાદ ફરી એકવાર વિશ્વ ટેન્શનમાં છે.કોરોનાએ ચીનમાંથી નીકળી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. તેવો જ વધુ એક વાયરસ ચીનમાંથી ઉદભવી ચુક્યો છે. અને ધીરે ધીરે દરેક દેશ અને રાજ્યોમાં પ્રવેશી રહ્યો છે. રાહતની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા આ કેસમાં વૃદ્ધની હાલત એકદમ સ્થિર છે.
દર્દીના સેમ્પલને બી.જે. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.તો સૌથી ડરામણો કેસ સાબરકાંઠામાંથી સામે આવ્યો છે..જ્યાં સાત વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાનગી લેબમાં ટેસ્ટિંગ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને બાળક હાલ વેન્ટીલેટર પર છે.ગુજરાતમાં HMPV વાયરસનો પહેલો કેસ મોડાસામાં 2 મહિનાનાં બાળકમાં જોવા મળ્યો હતો. આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે.
ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.વાયરસના ડર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ રાજ્યના લોકોને એક ખાસ મેસેજ મોકલ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, HMPV વાયરસ નવો નથી…જૂનો જ છે. પરંતુ તે ચેપી હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે. ગુજરાતમાં અત્યાર સુધી HMPVના કુલ ત્રણ કેસ આવ્યા છે. દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે આપણે સૌ ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધીએ અને વાયરસને આગળ વધતો અટકાવીએ.