B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ.
જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું.
જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના ભાઈ-બહેનો તેઓની સાથે હજરત શહીદ પીર મહેમુદ બુખારી નાં ઉર્ષ માં હાજરી આપવા માટે પગપાળાથીં મોટી સંખ્યા માં જોડાયાં હતા તેમજ દોમ દાદા દોમ બુખારી નાં નારા સાથે લીંબડી થી પ્રયાણ કર્યુ.