B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.
–>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-
ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. અચાનક હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો. જે પછી બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં બાળકનું ટુંકી સારવાર બાદ મોત થયુ છે. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- રાજકોટ બાદ સુરતમાં પતંગનાં લીધે બાળકોનું મોત
- હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા લાગ્યો કરંટ
- બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો
- ટુંકી સારવાર બાદ 13 વર્ષીય માસૂમ બાળકનું મોત
- અક્સ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
ગઇકાલે રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની હતી . રાજકોટના શાપરમાં રહેતો 11 વર્ષનો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતો હતો. તે દરમિયાન વીજ લાઈન ચાલુ હોવાથી તેને તરત જ કરંટ લાગ્યો અને કિશોર સ્થળ પર જ ભડથું થઇ ગયો હતો.