શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે. જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે.
તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તંની પાવન નિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે.