B INDIA ARVALLI : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ છે. જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનથી રોજ 8000 યાત્રિકોને રહેવાની સગવડ, 15 જગ્યાએ ભોજનના ટેન્ટ, રાત દિવસ 24 કલાક ગરમ ચા, દવાઓ , 500 જગ્યાએ મોબાઇલ ચાર્જીંગ, ગરમ પાણી, મેડિકલ કેમ્પ, ઠંડીથી રક્ષણ માટે ધાબળા બેંકની વ્યવસ્થા કરેલ છે.
જે ભાઈ બહેનોને જવું હોય તો hinduhelp line.in પર રજી્ટ્રેશન કરવાનું રહેશે, વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચીનસિંહ પુવાર, પ્રિયાંકભાઇ પોકાર ,હિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થીત રહ્યા હતા આ તમામ સેવાઓ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ, મહિલા પરીષદ, ઓજસ્વિની દ્વારા ચલાવવામાં આવશે એમ જણાવ્યું હતું.