B INDIA બનાસકાંઠા : રાજ્યમાં અસલીનાં નામે નકલીનો વેપાર થતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાંથી બ્રાન્ડેડ ઘીના નમૂના ફેલ ગયા છે. જ્યારે બનાસકાંઠામાં ડુપ્લિકેટ ઘીના ડબ્બા પર જાણીતી બ્રાન્ડનું નામ લગાવીને વેચવામાં આવતા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. ફૂડ વિભાગે ઓક્ટોબરમાં કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી.
ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં ઘીના નમૂના લીધા હતા જે ફેલ જતાં ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંદાજે 13 લાખનો દાવત બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ જતાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સાથે બનાસકાંઠામાંથી પણ શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘી “જલારામ એન્ટરપ્રાઈઝ”ના લેબલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ વેચાતું હોવાનું પણ સામે આવ્યું છે.
શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ડીસા, ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. પાંચ પેઢીમાંથી ઘી, તેલના 14 સેમ્પલ લેવાયા હતા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.