ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ” યોજાયો

–> પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જલ સંસાધન મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા:- 

 

 

B INDIA સુરત : શહેરના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે શુક્રવારે સાંજે મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત વોર્ડ પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ આયોજિત ( 3 ડિસેમ્બર)  કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય, વંદે માતરમ્ ગાન અને સંગઠનાત્મક ગીતો સાથે થયો હતો.શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તેમના સ્વાગત પ્રવચનમાં તેમના કાર્યકાળ દરમિયાન ભાજપાએ પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓ અંગે વિસ્તૃત છણાવટ કરી કાર્યકર્તાઓનું આભાર દર્શન કર્યું હતું.

 

 

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબએ કાર્યકર્તાઓને ગહન માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનમાં કાર્યકર્તા જ સૌથી મહત્વના હોવાનું જણાવ્યું હતું અને સૌએ કાર્યકર્તાઓની હંમેશા કદર કરવા જણાવ્યું હતું.ભાજપની અભૂતપૂર્વ જીતમાં કાર્યકર્તાઓની જ મહેનત સર્વોપરી હોવાનું જણાવી સૌએ જીવન પર્યંત પક્ષ પ્રત્યે કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ, પૂર્વ તેમજ વર્તમાન સાંસદ, મનપાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button