અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપ નું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ પણ લોકોનુ આર્કષણનુ કેન્દ્ર બનશે.

 

Ahmedabad Flower Show 2025: Date, VIP Tickets, General Tickets, Timings and Attractions - Nativeplanet

  • આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
  • ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં
  • સમય: સવારે 9:00 થી રાત્રે 11:00
  • સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.

2025 Flower Show Tickets

–>વધુ માહિતી માટે સ્કલ્પચર પર આપેલ QR કોડ પરથી મળશે<–

Flower Show 2025 to kick off from today

દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. એટલુ જ નહીં સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

Flower Show Ahmedabad 2025: અમદાવાદ ફ્લાવર શોની ટિકીટ, ટાઇમ, લોકેશન જેવી તમામ માહિતી અહિં મેળવો - Flower Show Ahmedabad 2025: Dates, Timings, Venue, Ticket Price, Photos, and How To Reach

–>ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center)પરથી પણ કરી શકાશે<–

રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center) પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024 ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button