BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે.

 

File:Gujarat Banaskantha district.png - Wikipedia

 

હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા: 

 

બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત, વાંચો લિસ્ટ

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બનાવાશે નવો જિલ્લો, સાંજ સુધીમાં જાહેરાતની શક્યતા! | Bhabhar will be a new district by dividing Banaskantha into two - Gujarat Samachar

બનાસકાંઠા જિલ્લા વિભાજનનું સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે. નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ સાંજ સુધીમાં જાહેર કરાશે. કોંગ્રેસના  સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button