‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનના ફિલ્મ નિર્માતા પિતા અલ્લુ અરવિંદે મોટી જાહેરાત કરી છે. તેમણે નાસભાગનો ભોગ બનેલા 8 વર્ષના બાળકને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. અગાઉ, ફિલ્મના નિર્દેશક સુકુમાર અને તેમની પત્નીએ પીડિત પરિવારને 5 લાખ રૂપિયા આપ્યા હતા અને મેકર્સ દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કલાકારોથી લઈને ફિલ્મની ટીમ સુધી, સૌએ પીડિત પરિવાર તરફ મદદનો હાથ લંબાવ્યો છે..
4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં 8 વર્ષનો શ્રેતેજ ગંભીર રીતે ઘાયલ થયો છે, અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની માતા રેવતીનું અવસાન થયું છે.. આ કેસમાં અલ્લુ અર્જુનની પણ બેદરકારીનો આરોપ લગાવીને ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા કલાકોમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો.
-> અલ્લુ અર્જુનના પિતાએ કહ્યું- પીડિત પરિવારને દરેક સંભવ મદદ :- અલ્લુ અર્જુન ત્યારથી પીડિતના પરિવારના સંપર્કમાં છે અને સતત બાળકના સ્વાસ્થની અપડેટ લઇ રહ્યા છે. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદે જાહેરાત કરી કે તેઓ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાની સહાય આપશે. તેમણે એમ પણ કહ્યું કે તે દરેક પરિસ્થિતિમાં પીડિત પરિવારની સાથે છે અને દરેક સંભવ મદદ કરશે.
-> અલ્લુ અરવિંદ બાળકને મળવા પહોંચ્યા, 2 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી :- અલ્લુ સાથે અરવિંદ, દિલ રાજુ અને અન્ય લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. તેમણે ડોકટરો સાથે પણ વાત કરી અને તેની તબિયત સુધરી રહી છે તે જાણીને રાહતનો શ્વાસ લીધો. ‘PTI’ અનુસાર, તેમણે કહ્યું, શ્રી તેજ સ્વસ્થ થઈ રહ્યો છે. હવે તે વેન્ટિલેટર પર નથી. પરિવારના ભરણપોષણ માટે અમે તેને 2 કરોડ રૂપિયા આપીશું..અલ્લુ અર્જુન તરફથી 1 કરોડ, નિર્દેશક અને નિર્માતા દરેકને 50 લાખ આપશે. તેમણે આગળ કહ્યું, ‘અલ્લુ અર્જુનને ₹1 કરોડ, મૈત્રી મૂવી મેકર્સ ₹50 લાખ અને ડિરેક્ટર સુકુમાર ₹50 લાખ આપશે. અમે આ પૈસા તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના પ્રમુખ દિલ રાજુ મારફત આપીશું.