ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે તો આ ૪ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેમ હતા.

ઘટનાની જાણ થતાં જ ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી. આઈ. કે.ડી. શર્મા પોતાની ટીમ સાથે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. સ્થિતિ અત્યંત ગંભીર હતી અને પાણીનું સ્તર છાતીસમા ઊંડાણ સુધી પહોંચી ગયું હતું. જોકે, આવી પરિસ્થિતિમાં પણ ક્ષણનોય વિલંબ કર્યા વગર, પોતાની સુરક્ષા કે જીવની સહેજ પણ પરવા કર્યા વિના પી. આઈ. કે.ડી. શર્મા અને તેમની ટીમે પાણીમાં ઝંપલાવ્યું હતું.

આ રેસ્ક્યુ ઓપરેશનની ગંભીરતાને ધ્યાને રાખી તાપીના નાયબ પોલીસ અધીક્ષક (DYSP) પી. જી. નરવાડે જાતે જ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે સ્થળ પર રહીને સમગ્ર ઓપરેશનનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પોલીસ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉચ્ચ અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને યોગ્ય આયોજનને કારણે પોલીસ ટીમે સમયસૂચકતા વાપરીને અત્યંત સાહસપૂર્વક ચારેય નાગરિકોને સુક્ષમ રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

ખાખી વર્દી પાછળ છુપાયેલી અસલ માનવતા

સામાન્ય રીતે પોલીસની છબી કડક કે શિસ્તબદ્ધ અધિકારી તરીકેની હોય છે, પરંતુ જ્યારે પણ નાગરિક મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ ખાખી વર્દી જ તેમની ઢાલ બનીને ઊભી રહે છે. ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નું સુત્ર માત્ર કાગળ પર કે બોર્ડ પર લખવા પૂરતું નથી, પરંતુ તેને વર્તનમાં કેવી રીતે ઉતારવું તે ડોલવણ પોલીસે આ કામગીરી દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પૂર જેવા મોત સમાન ભયની વચ્ચે ઊભા રહીને ૪ જીંદગીઓને નવજીવન આપવું એ કોઈ સામાન્ય કામ નથી, પરંતુ એક અદ્ભુત અને પ્રેરણાદાયી સાહસ છે.

સમગ્ર પંથકમાંખાખીની બહાદુરીના વખાણ

રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનો અને તાપી જિલ્લાના નાગરિકો દ્વારા ડોલવણ પોલીસ તેમજ સમગ્ર તાપી પોલીસ વિભાગ પર પ્રશંસાની વર્ષા થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને પ્રત્યક્ષ રીતે પણ પોલીસની આ ઉત્કૃષ્ટ અને સાહસિક કામગીરીને બિરદાવી રહ્યા છે. ભયાનક પૂર વચ્ચે પોતાની ફરજને સર્વોપરી ગણીને લોકોના પ્રાણ બચાવનાર ડોલવણ પોલીસની આ બહાદુરી ખરેખર સલામને પાત્ર છે.

અહેવાલ: ગૌતમ ગુલાલે (તાપી)

 

 

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…