મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું સંચાલન કરતી નેવી ટીમ શોઓફ કરી રહી હતી. તે એક રીતે સ્ટંટ જેવું હતું.પાલઘર જિલ્લાની નજીક સ્થિત નાલાસોપારાના શાકભાજી વિક્રેતા ગૌરવ ગુપ્તા તેમની કાકી અને અન્ય સંબંધીઓ સાથે બોટ પર સવાર હતા, ગયા અઠવાડિયે તેમની કાકી અને અન્ય સંબંધીઓ તેમના(ગૌરવ ગુપ્તાના) લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. તેઓ તે બધાને બહાર ફરવા માટે લઇને આવ્યા હતા તેઓ કહે છે કે. મને શું ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે.”
-> અચાનક સ્પીડબોટના ચાલકે વળાંક લીધો :- વાતચીત દરમિયાન સૌરભે નૌકાદળના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે અકસ્માત એન્જિનની ખામીને કારણે થયો હતો. તેમણે કહ્યું, “ સ્પીડ બોટનો ડ્રાઈવર મસ્તીભર્યા મૂડમાં હતો અને સ્ટંટ કરી રહ્યો હતો. અન્ય મુસાફરોની જેમ પોતે પણ તે સ્પીડબોટનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતો, જે રીતે સ્પીડબોટનો ડ્રાઈવર પાણીમાં ફરતો હતો, તે જોઈને લાગી રહ્યું હતું કે શો ઓફ કરી રહ્યો છે. અચાનક ડ્રાઈવરે સ્પીડબોટ ફેરવી અને થોડી જ સેકન્ડોમાં તે અમારી ફેરી સાથે અથડાઈ. “અથડામણ થઈ ત્યારે ફેરી પરના ઘણા મુસાફરો લાઇફ જેકેટ પહેરેલા ન હતા.”
-> ‘અથડામણ પછી થોડો સમય બધું બરાબર હતું’ :- સૌરભે કહ્યું, “સ્પીડબોટમાં મુસાફરી કરી રહેલો એક વ્યક્તિ અમારી બોટ પર પડી ગયો. ટક્કર બાદ તરત જ બોટ સામાન્ય રીતે આગળ વધી રહી હતી. અમે માની લીધું કે અમે સુરક્ષિત છીએ, પરંતુ ટૂંક સમયમાં જ બોટ ડૂબવા લાગી.







