હોર્મુઝ તંગદિલી વચ્ચે ભારતનું મોટું પગલું, ક્રૂડ ઓઇલ સપ્લાય માટે ઇન્ડિયન નેવી સજ્જ

ભારતએ મધ્ય-પૂર્વમાં વધતી તંગદિલી વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પરથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ફરી શરૂ કરવા માટે મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ કરી છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદ છતાં ભારતે ખાડી ક્ષેત્રમાંથી ઊર્જા સપ્લાય જાળવી રાખવા માટે વ્યૂહાત્મક આયોજન તૈયાર કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ મુજબ ભારતે મધ્ય-પૂર્વમાંથી કાર્ગો લાવવા માટે જહાજો મોકલવાની યોજના લગભગ પૂર્ણ કરી દીધી છે અને હવે માત્ર કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ જહાજો હોર્મુઝ જળમાર્ગ તરફ રવાના થઈ શકે છે.

હોર્મુઝ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે વપરાતા લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલનો જથ્થો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. પરંતુ અમેરિકા-ઈરાન તંગદિલી વધ્યા બાદ અહીં સુરક્ષા સંકટ ઊભું થતાં સપ્લાય ચેન પર ગંભીર અસર પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જોકે અંતિમ સુરક્ષા મંજૂરી માટે Indian Navy અને કેન્દ્ર સરકારની સહમતિની રાહ જોવાઈ રહી છે.

ભારત માટે મધ્ય-પૂર્વમાંથી આવતો ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો અત્યંત મહત્વનો છે, કારણ કે દેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભર છે. યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે, જેનો સીધો પ્રભાવ ભારત પર પડી શકે છે.

ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી હોવા છતાં મધ્ય-પૂર્વમાંથી મળતું તેલ વધુ સસ્તુ અને ઝડપથી પહોંચતું વિકલ્પ માનવામાં આવે છે. વૈકલ્પિક માર્ગો વધુ ખર્ચાળ અને સમયલક્ષી બનતા ભારત ફરી હોર્મુઝ માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર ભારતીય નૌકાદળે ખાડી વિસ્તારમાં યુદ્ધ જહાજોની સંખ્યા પણ વધારી દીધી છે અને હવાઈ દેખરેખ વધુ મજબૂત બનાવાઈ છે. ભારતીય યુદ્ધ જહાજો વેપારી જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝ જળમાર્ગ પાર કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

 

 

 

  • Related Posts

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…