એક્ઝિટ ટેસ્ટ ૪ વર્ષથી ઘોંચમાં; ફાર્મસી વિદ્યાર્થીઓનું પરીક્ષા વગરજ મળશે રજિસ્ટ્રેશન ??

૪ વર્ષથી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં

ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે ગાંધીનગર, ફાર્મસી કાઉન્સિલે ૨૦૨૨માં ડિપ્લોમા ફાર્મસી પાસ વિદ્યાર્થીઓના ફાર્મસિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશનમાટે ફાર્મસી એક્ઝિટ ટેસ્ટનો નિયમ લાગુ કર્યા બાદ ૨૦૨૪માં પહેલીવારની એક્ઝિટ ટેસ્ટ લેવાનાર હતી. પરંતુ પરીક્ષાના પેપરો અને પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ સાથે વિવાદ ઊભો થતા અંતે છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી. કેન્દ્ર સરકારે હજુ સુધી બે વર્ષ પણ આ પરીક્ષામાં ફેરફાર મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. જેથી ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ
પરીક્ષા હવે ક્યારે લેવાશે અને લેવાશે કે નહીં તે પણ નક્કી નથી.

અગાઉ કાઉન્સિલના આદેશથી ૨૦૨૨-૨૩ની બેચના વિદ્યાર્થીઓનું પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરાવાયા બાદ હવે તમામ બેચના વિદ્યાર્થીઓનું પણ પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરી દેવાશે.ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે. આ રજિસ્ટ્રેશન નંબર એટલે કે લાયન્સ મળ્યા બાદ જ તેઓ ફાર્મસી કે મેડિકલ સ્ટોર શરૂ કરી શકે અથવા તો ફાર્મસિસ્ટ તરીકેની નોકરી-વ્યવસાય કરી શકે છે. પરંતુ ફાર્મસિસ્ટના વ્યવસાયમાં ગુણવત્તા અને માપદંડો જળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ૨૦૨૨માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આ માટે વિધિવત રીતે રેગ્યુલેશન્સ તૈયાર કરીને જાહેર કર્યા હતા.

જે અંતર્ગત પ્રથમવારની ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઓક્ટોબર ૨૦૨૪માં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામા આવનાર હતી. બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ હતુ અને ગુજરાતના ૫૩૬ સહિત દેશભરના ૧૮૨૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. પરંતુ ત્રણ પેપરો અને પાંચ હજાર જેટલી ઊંચી પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ અને વિવાદ થતા કેન્દ્રને રજૂઆત થઈ હતી.જેને પગલે અંતે પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી અને ત્યારબાદ કાઉન્સિલે એક વર્ષની છુટ પરીક્ષા વિના રજિસ્ટ્રેશનની આપી હતી.

કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય ન કરતા ફાર્મસી કાઉન્સિલે ગત ડિસેમ્બરમાં ૨૦૨૨-૨૩ના વર્ષમાં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ લેનારા અને તે પછીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ એક્ઝિટ ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી પાસ થઈ જાય તો તેઓને એક્ઝિટ ટેસ્ટ વિના રજિસ્ટ્રેશન નંબર આપી દેવા માટે રાજ્યોની કાઉન્સિલોને પરિપત્ર કર્યાે હતો. આમ ૨૦૨૨થી ૨૦૨૪ના તેમજ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીના અને ૨૦૨૪થી ૨૦૨૬ સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન નંબર મળી જશે. ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે તે મોટો પ્રશ્ન છે.SS1

  • Related Posts

    Dwarka Janmashtami 2026, દ્વારકા જન્માષ્ટમી, Spectacular દ્વારકાધીશ મંદિર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, Janmashtami Celebration Dwarka

    Dwarka માં આજે જન્માષ્ટમીનો મહોત્સવ: દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનો ઘસારો, મધરાત્રે થશે શ્રીકૃષ્ણ જન્મોત્સવ Dwarka , 4 સપ્ટેમ્બર 2026: ભગવાન શ્રીકૃષ્ણની નગરી Dwarka માં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા છે અને સમગ્ર દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ છે. 2026માં જન્માષ્ટમીનો મુખ્ય પર્વ શુક્રવાર, 4 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે. ->દ્વારકાધીશ મંદિરને ભવ્ય શણગાર : જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિરને રોશની અને ફૂલો સહિતના શણગારથી સજાવવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dwarka ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું પવિત્ર યાત્રાધામ છે અને ચાર ધામ પૈકીનું એક માનવામાં આવે…

    Horoscope: આજનું રાશિફળ – 4 સપ્ટેમ્બર 2026 આજનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજનું  રાશિફળ – 4 સપ્ટેમ્બર 2026 ♈ મેષ રાશિ આવતીકાલે Horoscope તમારા માટે ઊર્જાભર્યો દિવસ રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે સારી તક મળશે. Horoscope નોકરી અને વ્યવસાયમાં નવી જવાબદારી મળી શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ખર્ચ કરતી વખતે થોડું આયોજન રાખવું જરૂરી રહેશે.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ આર્થિક બાબતોમાં દિવસ સારો રહી શકે છે. જૂના રોકાણ અથવા અટકેલા કામમાંથી લાભની શક્યતા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધી શકે છે, પરંતુ તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયક બની શકે છે. વાતચીત દરમિયાન શબ્દોનો…