‘ફરી હુમલો થયો તો 90% યુરેનિયમ સંવર્ધન કરીશું’: ઈરાનની અમેરિકાને મોટી ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. યુદ્ધવિરામ હાલ માત્ર નામ પૂરતું જ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બંને દેશો વચ્ચે ફરીથી સંઘર્ષ ભભૂકી શકે તેવી અટકળો વચ્ચે ઈરાને અમેરિકાને મોટી ચેતવણી આપી છે. ઈરાની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ મંગળવારે જણાવ્યું કે જો ઈરાન પર ફરી હુમલો કરવામાં આવશે તો દેશ યુરેનિયમને 90 ટકા સુધી સંવર્ધિત કરી શકે છે. નિષ્ણાતો મુજબ 90 ટકા સુધી સંવર્ધિત યુરેનિયમ પરમાણુ હથિયાર બનાવવા માટે યોગ્ય માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર આપી ચેતવણી
રેઝાઈએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “જો ફરી હુમલો થશે તો ઈરાન 90 ટકા સંવર્ધન તરફ આગળ વધી શકે છે. આ મુદ્દે સંસદમાં સમીક્ષા કરવામાં આવશે.” આ નિવેદન પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે, કારણ કે ઈરાન પહેલાથી જ મોટા પ્રમાણમાં ઉચ્ચ સ્તરનું સંવર્ધિત યુરેનિયમ ધરાવે છે.

400 કિલોગ્રામ યુરેનિયમને લઈને સસ્પેન્સ
ગયા જૂનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ 12 દિવસ સુધી ચાલેલા હુમલામાં ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને ગંભીર અસર થઈ હતી. તેમ છતાં, ઈરાન પાસે રહેલા આશરે 400 કિલોગ્રામ 60 ટકા સંવર્ધિત યુરેનિયમનું શું થયું તે હજુ સ્પષ્ટ નથી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે જ્યાં સુધી આ ભંડાર નષ્ટ કે દૂર નહીં થાય ત્યાં સુધી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સંપૂર્ણ અસર નહીં પડે.

પરમાણુ મુદ્દે અમેરિકા-ઈરાન આમને સામને
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને જ અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. હાલ તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે સ્થાયી સમાધાનની કોઈ સંભાવના દેખાતી નથી. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમનો જથ્થો દેશની બહાર મોકલે અને સ્થાનિક સ્તરે યુરેનિયમ સંવર્ધન બંધ કરે. બીજી તરફ ઈરાનનું કહેવું છે કે પરમાણુ મુદ્દે ચર્ચા બાદમાં થવી જોઈએ.

‘અમારો જવાબ અમેરિકાને ચોંકાવી દેશે’
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે પણ કડક વલણ અપનાવતા કહ્યું કે અમેરિકા પાસે ઈરાનના અધિકારો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે, “ઈરાની સશસ્ત્ર દળો કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. અમે દરેક વિકલ્પ માટે તૈયાર છીએ અને અમારો જવાબ એવો હશે કે અમેરિકા ચોંકી જશે.”

 

 

  • Related Posts

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…