ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

2થી 4 એપ્રિલ દરમિયાન અસર
હવામાન વિભાગની આગાહી મુજબ 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન ફેરફાર પાછળનું કારણ
પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તાર ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના
2 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે ચેતવણી
આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    2026 : AMC Ahmedabad Health Dept Strikes Hard : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCની લાલ આંખ Ahmedabad Civic News Breaking

    AMC અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના વધતા જોખમ વચ્ચે AMC દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. મચ્છરોનું બ્રીડિંગ મળતાં 211 સ્થળોને નોટિસ ફટકારાઈ અને 16 સ્થળો સીલ કરવામાં આવ્યા. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા AMCનું સઘન અભિયાન, 211 સ્થળોને નોટિસ અને 16 સાઇટ સીલ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરવ્યાપી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત સર્વે, ચેકિંગ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન મચ્છરોના બ્રીડિંગ માટે જવાબદાર સ્થળો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. AMC દ્વારા કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ રહેણાંક, કોમર્શિયલ…

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…