આગામી ચૂંટણીઓમાં કેટલાંયે સિટિંગ ઉમેદવારો કપાઈ જશે

15 વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, 27 ટકા OBC અનામત, રોટેશન અને 50 ટકા મહિલા અનામત

સમગ્ર રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ દોડધામ તેજ બનાવી દીધી છે, બીજી તરફ વસતિના પ્રમાણમાં ઉમેદવારોને તક મળશે કે કેમ એ બાબતે ભંભેખંભ ચાલી રહ્યું છે કારણ કે પાછલાં પંદર વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, ક્યા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના ખરેખર કેટલાં મત છે એ કોઈને ખબર નથી. વસતિ ગણતરી વર્ષોથી થઈ ન હોય, જેતે મતવિસ્તારની સાચી પરિસ્થિતિઓ શું છે, શું તેના સત્તાવાર આંકડાઓ કયાંય, કોઈ પાસે છે નહીં, આથી વિવિધ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે કે કેમ- એ ભગવાન જાણે. બીજી તરફ આ ચૂંટણીઓ દરમ્યાન 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો હોય, જનરલ કેટેગરીના કેટલાંયે સિટિંગ સ્થાનિક નેતાઓ ચૂંટણીઓ લડી શકશે નહીં.

આ ઉપરાંત 2015 અને 2021 પછી હવે આ ચૂંટણીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે ત્રીજું રોટેશન લાગુ પડશે, એમાંયે ઘણાંનો છેદ ઉડી જશે અને જનરલ બધી જ ચૂંટણીઓમાં 50 ટકા મહિલા ઉમેદવાર મૂકવા પડશે, આ બધી બાબતોને કારણે જનરલ કેટેગરીના ઘણાં બધાં પુરૂષ ઉમેદવારો આખી રમતમાંથી બાદ થઈ જશે, આ પ્રકારના ઉમેદવારોએ પત્નીઓને ‘આગળ‘ કરવી પડશે, OBC વર્ગમાં પણ ઘણી મહિલાઓ ચૂંટણીઓના મેદાનમાં ઉભરી આવશે.

ટૂંકમાં, આગામી ચૂંટણીઓ ઉમેદવાર પસંદગીઓ બાબતે અગાઉની ચૂંટણીઓ કરતાં અલગ રહેનાર હોય, પસંદગીકારો માટે પણ મામલો પેચીદો બની જશે અને સાથેસાથે રાજકારણની ABCDથી અજાણ કેટલાંયને, ખાસ કરીને મહિલાઓને લોટરી લાગી જશે એમ હાલ દેખાઈ રહ્યું છે. જામનગરમાં શું થશે ? થોભો, અને રાહ જૂઓ. અને જામનગરમાં આ વખતે તો વળી 3 પક્ષો છે એટલે 192 ઉમેદવાર તો 3 મુખ્ય પક્ષોના હશે, બાકીના ફૂટકળીયા વળી અલગ !

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gujarat ભાડા વિધેયક-2026: મકાન માલિક અને ભાડૂઆતના હિતોનું સંતુલન, ભાડા વ્યવસ્થામાં આવશે મોટો બદલાવ Revolutionary Reform

Gujarat ભાડા વિધેયક-2026: મકાન માલિક અને ભાડૂઆતના હિતોનું સંતુલન, ભાડા વ્યવસ્થામાં આવશે મોટો બદલાવ ગાંધીનગર: Gujaratમાં મકાન ભાડે આપવાની અને લેવાની વ્યવસ્થામાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલુંGujarat ભાડા વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ મકાન માલિકો અને ભાડૂઆતો બંનેના હિતોનું સમાન અને ન્યાયિક રક્ષણ કરવાનો, ભાડાની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો તથા લાંબા સમયથી ચાલતી કાનૂની ગૂંચવણોને સરળ બનાવવાનો છે. શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, Gujarat ભાડા અધિનિયમ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી મહત્વપૂર્ણ કડી છે. નવા કાયદાથી મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત મળી રહે તે…

Vaibhav Suryavanshiની ગિફ્ટ મેળવીને શમી થયો ઇમોશનલ: 100મી મેચની જીત બાદ ભાવુક દૃશ્યો, ‘બેબી બોસ’ના ભરપૂર વખાણ Milestone Triumph

Vaibhav Suryavanshiની ગિફ્ટ મેળવીને શમી થયો ઇમોશનલ: 100મી મેચની જીત બાદ ભાવુક દૃશ્યો, ‘બેબી બોસ’ના ભરપૂર વખાણ Vaibhav Suryavanshi ક્રિકેટના મેદાન પર કેટલીક ક્ષણો એવી હોય છે, જે માત્ર સ્કોરકાર્ડનો હિસ્સો બનીને રહેતી નથી, પરંતુ ખેલાડીઓ અને ચાહકોના દિલમાં લાંબા સમય સુધી યાદગાર બની જાય છે. આવી જ એક ભાવુક ક્ષણ અનુભવી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ, જ્યારે તેની 100મી મેચ સાથે જોડાયેલી ખાસ ઉજવણી દરમિયાન યુવા ક્રિકેટર Vaibhav Suryavanshi તરફથી મળેલી ગિફ્ટે તેને ભાવુક કરી દીધો હતો. મેચ બાદ બનેલા આ દૃશ્યોમાં શમીના ચહેરા પર ખુશી સાથે લાગણી પણ સ્પષ્ટ જોવા મળી હતી. Vaibhav Suryavanshi ભારતીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાથી ઝડપથી ઓળખ બનાવી રહેલું યુવા નામ છે. નાની ઉંમરમાં ક્રિકેટના મોટા મંચ પર પોતાની ક્ષમતા દર્શાવનારા વૈભવને…