વિશ્વ માતૃભાષા દિવસ: માહિતી કમિશનરની કચેરી ખાતે ગુજરાતી ભાષાના ગૌરવગાન સાથે વિશેષ કાર્યશાળા યોજાઈ

સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધન માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. માહિતી કમિશનરની કચેરી ખાતે કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતી ભાષાના મહિમા’ પર કેન્દ્રિત એકદિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી તેમજ સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે. વહીવટી કાર્યમાં પણ માતૃભાષાનો વિનિયોગ વધે તે દિશામાં પ્રયાસો કરવા તેમણે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગરના ટ્રસ્ટી કિશોરભાઈ જિકાદરા દ્વારા ગુજરાતી ભાષા લેખનમાં શુદ્ધિ અને સજ્જતા માટેની પ્રાથમિક વાતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓ દ્વારા માતૃભાષા ગુજરાતીના જતન અને તેના મહત્તમ ઉપયોગ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે માહિતી ખાતાના વિવિધ સંવર્ગના અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતૃભાષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PoKમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર: JAACનો પાકિસ્તાન સામે આક્રોશ, રાવલકોટમાં હજારો લોકોની રેલી

પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK)માં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા છે. રાવલકોટમાં યોજાયેલી મોટી જાહેર રેલી દરમિયાન જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના નેતાઓએ પાકિસ્તાન સરકાર સામે તીખો વિરોધ વ્યક્ત કર્યો.…

અમેરિકાના ખાસ 1 ડોલરના સોનાના સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર, નવી ડિઝાઇનને લઈને ચર્ચા તેજ

અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમેરિકી સરકાર એક ખાસ સ્મારક સિક્કો બહાર પાડવાની તૈયારી કરી રહી છે. આ 1 ડોલરના 24 કેરેટ સોનાના સિક્કા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…