Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara

વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરની ગણતરી મુજબ વર્ષ 2026માં વઢવાણા તળાવમાં કુલ 47,700 પક્ષીઓ નોંધાયા છે, જે 2022ની સરખામણીએ લગભગ અડધા જેટલા છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો 2022માં 95,000, 2023માં 50,000, 2024માં 54,171, 2025માં 29,189 અને 2026માં 47,700 પક્ષીઓ નોંધાયા છે. આ વર્ષે વિવિધ પ્રજાતિના પક્ષીઓમાં ગ્લોસી આઈબિસ આશરે 9,000, કોમન ફૂટસ 12,370, નોર્ધન પિનટેઇલ 9,800, નોબબિલ્ડ ડક 8,000, રડી શેલડક 7,450 અને ગ્રેલેગ ગીસ 3,300 જેટલા નોંધાયા છે.

વિશેષ નોંધનીય છે કે વઢવાણા તળાવને અગાઉ રામસર સાઈટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બનાવે છે. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વન વિભાગના સૂત્રો મુજબ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તળાવના પાણીના સ્તરમાં થતા વધારા-ઘટાડા છે. વઢવાણા તળાવ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોવાથી પાણીનું સ્તર નિયંત્રિત રાખવું પડે છે, જ્યારે વિદેશી પક્ષીઓને ખોરાક માટે ઓછું પાણી વધુ અનુકૂળ હોય છે.

પાણીની સપાટીમાં સતત ફેરફાર થતા પાણીમાં ઉગતા છોડ પણ નાશ પામે છે, જે અનેક પક્ષીઓ માટે ખોરાકનું મુખ્ય સ્ત્રોત છે. પરિણામે પક્ષીઓ અન્ય સ્થળો તરફ વળે છે. વન વિભાગ દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગને શિયાળામાં પાણીનું સ્તર સ્થિર રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ આવનારા વર્ષોમાં વધુ પક્ષીઓ આકર્ષાય તે માટે યોગ્ય પર્યાવરણ ઉભું કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…