Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત

અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને થતા નુકસાન અંગેના ગુનાઓ માટે સેક્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સેક્ટર-1 ની હદ જાણો
જે અંતર્ગત સેક્ટર-1 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-1, ઝોન-7, ઝોન-2 અને ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા, વેજલપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઈટ, ચાંદખેડા, માધવપુરા, રાણીપ, સાબરમતી, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, કારંજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ગાયકવાડ હવેલી અને ખાડીયા વગેરે વિસ્તારોમાં બનતી ઘટનાઓ માટે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. આ વ્યવસ્થાથી મુસાફરોને અલગ-અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનો વચ્ચે મુંઝવણ અનુભવવી પડશે નહીં.

સેક્ટર-2 ની હદ જાણો
તેવી જ રીતે, સેક્ટર-2 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-4, ઝોન-5 અને ઝોન-6 હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા, સરદાર નગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ, ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ વગેરે વિસ્તારોમાં મેટ્રો ટ્રેન કે મિલકતને લગતા ગુનાઓ માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

જોકે, આ જાહેરનામામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો ટ્રેનની અંદર કે સંપત્તિ સિવાયની અન્ય કોઈ પણ બાબતો જેવી કે પ્લેટફોર્મ ઉપર થતી મારામારીના બનાવો વગેરે માટે જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશને જ કાર્યવાહી કરવાની રહેશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gujarat : અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ: ખાવડામાં 139 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ થયો ઓપરેશનલ! Milestone Achievement

Gujaratમાં સોલાર એનર્જી પ્રોજેક્ટને ગતિ: Adani Green Energyએ ખાવડામાં 139 MWનો સોલાર પ્રોજેક્ટ કર્યો ઓપરેશનલ Gujaratના રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Adani Green Energy Limited (AGEL)ની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન સહાયક કંપની Adani Green Energy Twenty Six A Limitedએ ગુજરાતના ખાવડા વિસ્તારમાં 139 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્રોજેક્ટ ઓપરેશનલ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ 1 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:05 વાગ્યે આ પ્લાન્ટને કોમર્શિયલી ઓપરેશનલ કરવામાં આવ્યો હતો. આ નવા પ્રોજેક્ટના શરૂ થવાથી Adani Green Energyની કુલ ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી જનરેશન ક્ષમતા વધીને 20,280.80 મેગાવોટ થઈ ગઈ છે. સાથે જ કંપની પાસે કુલ 3,551 MWhની ઓપરેશનલ Battery Energy Storage System (BESS) ક્ષમતા પણ છે. -> ખાવડામાં 139 MWનો સોલાર…

Fatepura News 2026 Milestone Achievement: સ્વર્ગસ્થ શિક્ષકના પરિવાર વહારે આવી SGSP યોજના

Fatepuraમાં સ્વર્ગસ્થ શિક્ષકના પરિવારને ₹10 લાખની વીમા સહાય, SGSP યોજના બની મુશ્કેલીના સમયે આર્થિક આધાર સંજય કલાલ, ફતેપુરા રિપોર્ટર દાહોદ જિલ્લાના Fatepuraમાં સ્વર્ગસ્થ શિક્ષકના પરિવારને આર્થિક સહાયરૂપ બનતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ (SGSP) યોજના હેઠળ સ્વર્ગસ્થ શિક્ષક ગિરીશભાઈ સાંકળચંદ પટેલના વારસદાર સંગીતાબેન પટેલને ₹10 લાખની વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. શિક્ષકના અવસાન બાદ પરિવારને મળેલી આ સહાય મુશ્કેલીના સમયમાં મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે. Fatepuraની પીપલારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ સાંકળચંદ પટેલનું 24 જૂન, 2026ના રોજ અવસાન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમના અવસાન બાદ પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે SGSP યોજના હેઠળ વીમા સહાયની…