દુશ્મનોના શ્વાસ થંભી જશે: 114 ‘રાફેલ’ અને ‘સ્કેલ્પ’ મિસાઈલથી સજ્જ થશે ભારત

ભારતીય આકાશ હવે પહેલાં કરતા વધુ સુરક્ષિત અને અભેદ્ય બનવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયની આવતીકાલે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠક ભારતની સૈન્ય શક્તિ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ બેઠકમાં 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ માટેના સોદાને લીલી ઝંડી મળે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં ફ્રાન્સના ‘રાફેલ’ સૌથી મજબૂત દાવેદાર છે.

વાયુસેના હાલમાં 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર 29 સ્ક્વોડ્રન સાથે કામ કરી રહી છે, ત્યારે આ મેગા ડીલ ચીન અને પાકિસ્તાન બંને મોરચે ભારતનો હાથ ઉપર રાખશે.

સ્કેલ્પ મિસાઈલ:
આ સોદાની સૌથી મહત્વની કડી ‘સ્કેલ્પ’ ક્રુઝ મિસાઇલ છે. આ એક એવી ઘાતક મિસાઇલ છે જે દુશ્મનના પ્રદેશમાં સેંકડો કિલોમીટર અંદર ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

રાફેલ વિમાન પહેલાથી જ ભારતીય વાયુસેનાનો હિસ્સો હોવાથી, નવા 114 વિમાનો માટે અલગથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે તાલીમની જરૂર નહીં પડે, જે સમય અને નાણાં બંનેની બચત કરશે.

આ ઉપરાંત, આ સોદામાં P8i સબમરીન-શિકારી વિમાનો અને હાઈ-અલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે હિંદ મહાસાગરથી લઈને હિમાલયની ચોટીઓ સુધી ભારતની દેખરેખ શક્તિને અજેય બનાવશે.

ભારતમાં ઉત્પાદન અને આત્મનિર્ભરતા:
નિષ્ણાતોના મતે, આ સોદો માત્ર ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ ભારતમાં જ વિમાનોના ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ભાર મૂકવામાં આવશે. સુખોઈ-30 MKI અને તેજસ જેવા વિમાનોની સાથે જ્યારે રાફેલનું નવું બેચ જોડાશે, ત્યારે ભારતીય વાયુસેના એશિયામાં સૌથી શક્તિશાળી હવાઈ દળ તરીકે ઉભરી આવશે. રાફેલમાં ભારતીય બનાવટના શસ્ત્રો અને સેન્સર્સને પણ એકીકૃત કરવામાં આવશે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું કદમ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…