બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો

બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને જ્વેલર્સ તેમજ ટ્રેડરો પણ આશ્ચર્યમાં પડી ગયા.

ચાંદીમાં મહાકડાકો:
ચાંદીના ભાવમાં સૌથી વધુ અસર જોવા મળી. થોડા દિવસો પહેલા ₹4.20 લાખ પ્રતિ કિલો પહોંચેલી ચાંદી, અચાનક ઘટાડા પછી ₹3,28,000 થી ₹3,40,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારમાં ગભરાટ એટલો વ્યાપક હતો કે ચાંદીમાં લોઅર સર્કિટ પણ લાગવી પડી.

સોનું પણ ધરમાર તૂટ્યું:
સોનાના ભાવમાં પણ રાત્રે 10:30 વાગ્યા સુધી મોટું ગાબડું જોવા મળ્યું. રેકોર્ડ હાઈ ₹1.80 લાખની સપાટી વટાવ્યા બાદ સોનાનું ભાવ હવે ₹1,54,000 થી ₹1,56,000 ની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે, લગભગ ₹20,000 ની તૂટ નોંધાઈ છે.

બજાર પટકાવાના મુખ્ય કારણો:
– પ્રોફિટ બુકિંગ: છેલ્લા મહિનામાં ભાવમાં સતત તેજી પછી ટ્રેડરો દ્વારા નફો વસૂલવાનું શરૂ કરાયું.
– ડૉલર ઇન્ડેક્સ: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડૉલર મજબૂત થવાના કારણે કિંમતી ધાતુઓ પર નકારાત્મક અસર.
– વૈશ્વિક ગભરાટ: COMEX પર સોના-ચાંદી રેકોર્ડ સ્તરથી નીચે પડતા ભારતીય બજારમાં પેનિક સેલિંગ.

રોકાણકારો અને ગ્રાહકો પર અસર:
ઉંચા ભાવે રોકાણ કરનારા રોકાણકારો માટે આ કડાકો ચિંતાનો વિષય બન્યો છે. જોકે, સોનું-ચાંદી ખરીદવા ઈચ્છતા મધ્યમ વર્ગના ગ્રાહકો માટે ભાવઘટાડો આશાનું કિરણ લાવી શકે છે. હાલ બજાર અત્યંત વોલેટાઈલ છે અને ભાવ પ્રતિ સેકન્ડ બદલાઈ રહ્યા છે. સોમવારે બજાર ખુલ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…