અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારશે નહીં.

અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, “નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને અઢળક પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. અહીં હું આ સફરને વિરામ આપું છું. આ એક અદભૂત સફર રહી છે.”

તેમણે આગળ જણાવ્યું કે, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું હંમેશા સારા સંગીતનો ચાહક રહ્યો છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે શીખતો રહીશ. હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું.” અરિજિતે આ પણ સ્પષ્ટ કર્યું કે અગાઉ સ્વીકારેલા કેટલાક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાના બાકી છે, જેના કારણે આ વર્ષે તેમના કેટલાક ગીતો રિલીઝ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અરિજિત સિંહનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજમાં થયો હતો. તેઓ પંજાબી શીખ પરિવારમાંથી આવે છે. તાજેતરમાં જ તેમનું નવું ગીત ‘માતૃભૂમિ’ રિલીઝ થયું છે, જે સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે છે. આ ગીતમાં તેમની સાથે શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે અને સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે. અરિજિત સિંહના આ નિર્ણયથી સંગીત જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને ચાહકો ભાવુક પ્રતિભાવ આપી રહ્યા છે.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…