અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કડક વધારો કરવામાં આવશે.

આ સંદર્ભે ઍરપોર્ટ સત્તાધીશો અને તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. વધારાની સુરક્ષા તપાસને કારણે સમય વધુ લાગી શકે છે, તેથી મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવાની તાકીદ કરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ, ડબલ ચેકિંગ
સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ સૂચના આપી છે કે,
– મુસાફરો માત્ર 7 કિલો સુધીની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે
– ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટ ઉપડવાના 60 મિનિટ પહેલા બંધ થશે
– બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના રિહર્સલને કારણે કેટલીક ફ્લાઇટોના શિડ્યુલમાં ફેરફાર અથવા વિલંબ થવાની શક્યતા છે. આથી મુસાફરોને વહેલા આવવા અને ઍરપોર્ટ સ્ટાફ સાથે સહયોગ કરવા અપીલ કરાઈ છે.

ખરાબ હવામાનને કારણે આજે 10 ફ્લાઇટ મોડી
અમદાવાદમાં આજે (23 જાન્યુઆરી) વાદળછાયા વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી હતી. પરિણામે કુલ 10 ફ્લાઇટ્સ મોડે ચાલી, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઍરપોર્ટ સત્તાધીશોએ મુસાફરોને સલાહ આપી છે કે, ઘરેથી નીકળતા પહેલાં પોતાની એરલાઇન પાસેથી ફ્લાઇટના ચોક્કસ સમયની માહિતી મેળવી લે.

આજે (23 જાન્યુઆરી) આવવામાં વિલંબ થયેલી ફ્લાઇટ્સ
– સ્ટાર એર S5 619
– સ્ટાર એર S5 425
– અકાસા એર QP 1926
– અકાસા એર QP 1325
– ઇન્ડિગો 6E 586
– એર ઇન્ડિયા AI 493

આજે ઉપડવામાં વિલંબ થયેલી ફ્લાઇટ્સ
– સ્ટાર એર S5 108
– અકાસા એર QP 1332
– ઇન્ડિગો 6E 6731
– અકાસા એર QP 1102

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…